જીવન…

જીવન ની તમે મઝા લેશો,
તો સબંધો તમારી મઝા લેશે…

સબંધો છોડીને પણ જોઈ લેજો,
ખુદા ખુદ આવી એનો સબંધ બાંધશે…

મરજીની આ આઝાદીથી, શું ઉખાડી લેશો,
અંતે તો આઝાદી જ, એના ગુલામ બનાવી લેશે…

કઈ કર્યા વગર, જીવન વ્યર્થ જ ગુજારી લેજો,
બાકી મતલબ ની શોધ જ, મતલબી બનાવી લેશે…