a gazal…

After so long I could create and write something in my mother tongue Gujarati, thanks to Manhar Udhas’s Gazals… Titling is not my cup of tea, so have used its genre.



બહાર ફરી ને થાક્યો તો અંદર સંતાઈ ગયો,

દિવસ ની વાટ માં હાથ પડછાયો આવી ગયો…



બગીચા ની ફરતે તો હતી કાંટા ની વાડ,

પણ, ફુલો ની સુગંધ માં ભમરો ફસાઈ ગયો…



નહોતી મંઝીલ, કે એનાં રસ્તાઓ ની કોઈ ફિકર,

તોય મુસાફરી ના થાક નીચે એ દબાઈ ગયો…



હસવાની લીધી જીદ એણે રડવાની બીક થી,

તો હસી-હસી ને એ બદનામ થઈ ગયો…



નથી પીધા જામ, ને નથી એનાં રસ ની કોઇ ખબર,

તોય, પીધા વીના પણ આજે એ નશામાં ચૂર થઇ ગયો…


ખોટો પડ્યો એ દિવસે જીંદગી ના ગણિતમાં,

તો તારાઓ ની ગણતરીમાં રાતે માહીર બની ગયો…

કોણે હતી ખબર કે ખુદા આમ જ મળી જશે,

એની શોધમાં ભટકીને એ ક્યાંક ખોવાઈ ગયો…